વિજાપુર APMCની રસાકસી ભરી ચૂંટણીનું પરિણામ જાહેર
વિજાપુર APMCની ચૂંટણી યોજાઈ. આખા દિવસ દરમિયાન ઉતાર ચડાવ વચ્ચે રસપ્રદ માહોલ જોવા મળ્યો. વિજાપુર APMCની ચૂંટણી રસપ્રદ અને રસાકસી ભરી રહેવાનું પણ એક ચોક્કસ કારણ છે. અત્યાર સુધી પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ સત્તાની ધૂરા સાંભળી રહ્યા હતા. પરંતુ વિજાપુર APMCઅને વિધાનસભામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય PI પટેલ કોંગ્રેસ પક્ષને બાયબાય કહી ભાજપમાં જોડાયા. PI પટેલની ભાજપà
વિજાપુર APMCની ચૂંટણી યોજાઈ. આખા દિવસ દરમિયાન ઉતાર ચડાવ વચ્ચે રસપ્રદ માહોલ જોવા મળ્યો. વિજાપુર APMCની ચૂંટણી રસપ્રદ અને રસાકસી ભરી રહેવાનું પણ એક ચોક્કસ કારણ છે. અત્યાર સુધી પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ સત્તાની ધૂરા સાંભળી રહ્યા હતા. પરંતુ વિજાપુર APMCઅને વિધાનસભામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય PI પટેલ કોંગ્રેસ પક્ષને બાયબાય કહી ભાજપમાં જોડાયા. PI પટેલની ભાજપમાં એન્ટ્રી થતા વિજાપુરના ભાજપના વાતવરણમાં બદલાવ જોવા મળ્યો.
Advertisement
PI પટેલ દ્વારા ભાજપ માં આવી રમણભાઈ પટેલને મોટું નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું અને અંતે રમણભાઈ પટેલને વિજાપુર વિધાનસભા શીટ પર થી હાથ ધોવાનો વારો આવ્યો અને કોંગ્રેસના સી.જે. ચાવડાની જીત થઈ. ભાજપમાં આંતરિક વિખવાદ નો ભોગ વિજાપુર વિધાનસભા બની. વાત અહીં પુરી થતી નથી ત્યારે વિધાનસભાના ઇલેક્શન પત્યા ને હજુ બહુ સમય પણ થયો નથી અને વિજાપુર APMCનું ઇલેક્શન આવી ગયું. જ્યાં પણ રમણભાઈ પટેલ ચેરમેન તરીકે સત્તા સંભાળી રહ્યા હતા. ત્યારે ભાજપમાં આંતરિક વિવાદ અને બિરોધીએ હવે APMCનો મોરચો સંભાળી લીધો.
સરળ અને સૌમ્ય સંભાવના રમણભાઈ પટેલે સમય અને સંજોગ સમજી હોંશિયારીથી ભાજપમાં આંતરિક વિખવાદ ટાળવા વિજાપુર APMCની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો. પરંતુ ભાજપને સમર્પિત અને રમણભાઈ પટેલનું જૂથ ચૂંટણી મેદાને આવ્યું તો સામે પક્ષે કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલ PI પટેલ જૂથ ફરી થી સક્રિય થયું અને APMCમાં ચૂંટણી લડવાનું મન બનાવી લીધું હતું.
વિજાપુર APMCની આજે મત ગણતરી શરૂ થઈ વહેલી સવારથી જ ભાજપના બંને જૂથો વચ્ચે ઉતાર ચડાવ મતોમાં જોવા મળ્યો અને કુતૂહલતા દિવસ ભર જળવાઈ રહી કે શું પરિણામ આવી શકે છે. અંતે મોડી સાંજે પરિણામ જાહેર થયું. જેમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ APMC ડિરેકટર રમણલાલ પટેલ જૂથ ને ખેડૂત વિભાગની 4, વેપારી માં 1, ખરીદ વેચાણમાં 2 મળી કુલ 7 બેઠક પર જીત મેળવી અને સામે પક્ષે PI પટેલને ખેડૂત વિભાગમાં 6 અને વેપારી વિભાગમાં 3 મળી કુલ 9 બેઠક પર જીત મેળવી છે
પી આઈ પટેલની જીત થઈ
આમ પરિણામ પર એક નજર કરીએ તો પીઆઇ પટેલની જીત થઈ છે. પરંતુ રમણભાઈ પટેલની પરિણામ પ્રમાણે હાર થઈ છે. પરંતુ આ પરિણામ બાદ હજુ બાજી પલટાઈ શકવાની વાતને નકારી શકાય તેમ નથી. રમણલાલ પટેલ ભાજપને વરેલા અને સામે પક્ષે વિધાનસભામાં પક્ષને જ નુકશાન પહોંચાડનાર છે એટલે 16 બેઠકની ચુંટણી અને 3 સરકારી પ્રતિનિધિ તેમજ સ્થાનિક સંસ્થાના મત પણ હોય છે એટલે રમણલાલ પટેલને સરકારી 4 મતો મળી જાય તો ફરીથી રમણલાલ પટેલ જૂથ સત્તાનું શુકાન સાંભળી લેશે આ વાત નકારી શકાય તેમ નથી. એટલે કે પી આઈ પટેલની જીત થઈ હોવા છતાં બાજી હારમાં પલટાઈ શકે છે.
મહેસાણા જિલ્લામાં સૌકોઈની નજર રહેશે.
હોવી 15 દિવસ બાદ બોર્ડની બેઠક વિજપુર અમક ખાતે મળશે જેમાં નવા ચેરમેનની નિમણુંક અને જાહેરાત થશે . ભારે રસાકસી અને પરિણામ બાદ હવે નવા ચેરમેનની જાહેરાત અને નિમણુંકને લઈ મહેસાણા જિલ્લામાં સૌકોઈની નજર રહેશે.
આપણ વાંચો-અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડરો સામે લાલ આંખ,બાંધકામ સાઈટ માટે કડક નિયમો દાખલ કર્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.